1 કરિંથીઓને 14 : 1 (GUV)
પ્રેમને અનુસરો; અને આત્મિક [દાનો પ્રાપ્ત કરવા] ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો [એની અભિલાષા રાખો].
1 કરિંથીઓને 14 : 2 (GUV)
કેમ કે જે કોઈ [અન્ય] ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે. કેમ કે કોઈ [તેનું બોલવું] સમજતું નથી. પણ આત્મામાં તે મર્મો બોલે છે.
1 કરિંથીઓને 14 : 3 (GUV)
પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્‍નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે.
1 કરિંથીઓને 14 : 4 (GUV)
જે [અન્ય] ભાષા બોલે છે તે પોતાની ઉન્‍નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્‍નતિ કરે છે.
1 કરિંથીઓને 14 : 5 (GUV)
હવે મારી એવી ઇચ્છા છે કે, તમે સર્વ [અન્ય] ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઇચ્છા છે. વળી ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્‍નતિ કરવા માટે ભાષાંતર ન કરે, તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે.
1 કરિંથીઓને 14 : 6 (GUV)
વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને [અન્ય] ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું?
1 કરિંથીઓને 14 : 7 (GUV)
એમ જ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્‍નતા ન હોય, તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ માલૂમ પડે?
1 કરિંથીઓને 14 : 8 (GUV)
કેમ કે જો રણશિંગડું અનિશ્ચિત અવાજ કાઢે, તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય?
1 કરિંથીઓને 14 : 9 (GUV)
એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા [જેવા] થશો.
1 કરિંથીઓને 14 : 10 (GUV)
જગતમાં ઘણી જાતની ભાષાઓ છે, અને તેઓમાંની કોઈપણ અર્થ વગરની નથી.
1 કરિંથીઓને 14 : 11 (GUV)
એથી જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની આગળ હું પરદેશી જેવો થઈશ, અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.
1 કરિંથીઓને 14 : 12 (GUV)
એ પ્રમાણે તમે પણ આત્મિક [દાનો] પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્‍નતિને અર્થે તમે તેથી ભરપૂર થાઓ એવો પ્રયત્ન કરો.
1 કરિંથીઓને 14 : 13 (GUV)
એ માટે [અન્ય] ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે.
1 કરિંથીઓને 14 : 14 (GUV)
કેમ કે જો હું [અન્ય] ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે.
1 કરિંથીઓને 14 : 15 (GUV)
તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજશક્તિથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ ને સમજશક્તિથી પણ ગાઈશ.
1 કરિંથીઓને 14 : 16 (GUV)
નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.
1 કરિંથીઓને 14 : 17 (GUV)
કેમ કે તું સારી રીતે આભારસ્તુતિ કરે છે ખરો, પણ તેથી બીજાની ઉન્‍નતિ થતી નથી.
1 કરિંથીઓને 14 : 18 (GUV)
તમે સર્વ કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે, એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું.
1 કરિંથીઓને 14 : 19 (GUV)
તોપણ મંડળીમાં [અન્ય] ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું.
1 કરિંથીઓને 14 : 20 (GUV)
ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.
1 કરિંથીઓને 14 : 21 (GUV)
નિયમશાસ્‍ત્રમાં લખેલું છે, “અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ; એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ” એમ પ્રભુ કહે છે.
1 કરિંથીઓને 14 : 22 (GUV)
એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને [ચિહ્નરૂપ] છે.
1 કરિંથીઓને 14 : 23 (GUV)
એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય, અને સર્વ [અન્ય] ભાષાઓમાં બોલે, અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે?
1 કરિંથીઓને 14 : 24 (GUV)
પણ જો સર્વ પ્રબોધ કરે, અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને [હ્રદયભેદક] શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે.
1 કરિંથીઓને 14 : 25 (GUV)
અને તેના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે; અને એ પ્રમાણે ઊંધો પડીને તે ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું કબૂલ કરશે.
1 કરિંથીઓને 14 : 26 (GUV)
વારુ, ભાઈઓ, જ્યારે તમે એકત્ર થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્‍તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ [અન્ય] ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. [પણ] બધું ઉન્‍નતિને માટે થવું જોઈએ.
1 કરિંથીઓને 14 : 27 (GUV)
જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે], અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો.
1 કરિંથીઓને 14 : 28 (GUV)
પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતા [ના મન] ની સાથે તથા ઈશ્વરની સાથે બોલવું.
1 કરિંથીઓને 14 : 29 (GUV)
બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે.
1 કરિંથીઓને 14 : 30 (GUV)
પણ જો [પાસે] બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રકટીકરણ થાય, તો પહેલાએ છાના રહેવું.
1 કરિંથીઓને 14 : 31 (GUV)
કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો.
1 કરિંથીઓને 14 : 32 (GUV)
અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
1 કરિંથીઓને 14 : 33 (GUV)
કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં [ચાલે છે] તેમ, ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.
1 કરિંથીઓને 14 : 34 (GUV)
સ્‍ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્‍ત્ર પણ કહે છે.
1 કરિંથીઓને 14 : 35 (GUV)
જો તેઓને કંઈ શીખવાની ઇચ્છા હોય, તો તેઓએ ઘરે પોતાના પતિઓને પૂછવું; કેમ કે મંડળીમાં સ્‍ત્રીએ બોલવું એ શરમભરેલું છે.
1 કરિંથીઓને 14 : 36 (GUV)
શું ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?
1 કરિંથીઓને 14 : 37 (GUV)
જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે, તો જે વાતો તમાર પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું.
1 કરિંથીઓને 14 : 38 (GUV)
પણ જો કોઈ અજ્ઞા ન હોય તો ભલે તે અજ્ઞાન રહે.
1 કરિંથીઓને 14 : 39 (GUV)
એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની અભિલાષા રાખો, અને [અન્ય] ભાષાઓમાં બોલવાની મના ન કરો.
1 કરિંથીઓને 14 : 40 (GUV)
પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: